My Life,My Carnival

Shasheekant Vaghela's Blog

બાહુબલી July 14, 2015

Filed under: ફિલ્મ રિવ્યુ — Shasheekant Vaghela @ 12:10 pm

559ff76d95eea

બાહુબલી

“માસ” ફિલ્મ છે પણ “ક્લાસ” ફિલ્મ નથી.મિડીયા એ જે રીતે તેના યશોગાન ગાયા છે એમા જરાક અતિરેક થયો હોય તેવું ભાસે છે.જે રીતે અખબારો મા અને રેડિયો મા તેની આરતી ગવાય છે તેટલી નક્કર ફિલ્મ તો નથી જ..અદભુત,અદ્વિતીય,અસામાન્ય,અવિસ્મરણીય,અસાધારણ અને અન્ય વિશેષણો શોધવા પડે તેવી યે કાંઇ નથી જ.

અત્રે એ તો સ્વીકારવું જ પડે કે ફિલ્મ મા કરેલો અઢીસો કરોડ નો ખર્ચો ઉડી ને આંખે વળગે છે,ભવ્યતા અને વિશાળતા બતાવવામા ફિલ્મે કોઇ કચાશ નથી રાખી.પણ શું ભવ્ય હોવું એ જ એનો એક માત્ર ગુણ એ ને સફળ કહેવાડવવા પૂરતો છે ? આટલી હદે અંજાઇ જવાનું ? આનો મતલબ તો એ થયો કે કોઇ મિલીયોનર ના ભવ્યાતિભવ્ય લગ્ન મા જઇને તો તમે હરખપદૂડા થઇ ને લોન મા આળોટવા જ લાગો ને ?

હા…તમન્ના આ ફિલ્મ મા બેહદ સુંદર લાગી છે.હિન્દી ફિલ્મમા તેને આટલી સુંદર રીતે ક્યારેય પેશ કરી નથી. સાજીદખાન પર આ મુદ્દે ખટાશ છવાઇ જાય મન મા.

ફિલ્મ ની વાર્તા કન્ફ્યુઝિંગ છે, બે-ચાર પાત્રો ને બાદ કરતા એકેય ના નામ થિયેટરની બહાર નીકળતા લોકો ને યાદ રહેતા નથી.સંગીત ના મામલે ક્રીમ સાહેબે આખી ફિલ્મ ને હલ્દી-ચંદન ના બદલે ઍલોવેરા ક્રીમ લગાડી લીધી છે.
જે લોકો આ ફિલ્મ ને જોયા પછી એમ માનતા હોય કે હવે તો ભારત તરફ થી હૉલીવુડ ને કરારો જવાબ મળી ગયો છે એ લોકો એ જરા ધીરજ રાખવા જેવી છે.કેમ કે ચકાચૌંધ વી.એફ.એક્સ દ્રશ્યો અને વિઝ્યુઅલ ટેકનીક તો શાહરૂખખાન ની “રા-વન” મા યે હતા.

ફિલ્મ એ ઘણીબધી કળાઓ નો સરવાળો છે.એમા કોઇએક કળા જોરદાર રીતે છવાઇ જાય પણ બીજા પાસાઓ જો નબળા પડે તો એ ફિલ્મ ને સંપૂર્ણ સફળ કહેવી મૂર્ખામી છે,પણ જો કે આજ નું ઑડિયન્સ પણ અર્ધી સીટી એ ઉતારી લીધેલા કૂકરવાળી ફિલ્મ ને પણ ફાસ્ટફૂડ ની જેમ ચાટી જાય છે.ઍવરેજ ફિલ્મ ને પણ ટંકશાળ મા પરાવર્તીત કરી દે છે.

બાહુબલી ટિપીકલ સાઉથ ઇન્ડીયન ટચ છે.અમુક દ્રશ્યો ના ગપગોળા પણ મોટું મન રાખી સહન કરી લેવાના એવો રિવાજ છે.ટાઇટ સ્ક્રીનપ્લેની સતત ખોટ સાલે છે.એક-એક દ્રશ્ય તમને સંમોહિત કરવાના અથાક પ્રયત્નો મા શૂટ થયેલું છે ભલે પછી ફિલ્મ ની ચુસ્તતા જોખમાય.સ્લીક અને ઇન્ટેક્ટ સ્ક્રીપ્ટ રાઇટીંગ થયું જ નથી.અધુરા મા પુરુ પેલો આઇ-હૉસ્પીટલ મા અધુરા ઑપરેશને ભાગેલો વિલન આવે છે ત્યારે આ ફિલ્મ જાણે ફારસ મા પલટાઇ જાય છે.બેશક…. આપણ ને હસવું આવે પણ પણ માંડ-માંડ આટલો સમો સજાવ્યા પછી આખી ફિલ્મ ની સ્ટોરી ને લોકો હસી કાઢે તેવો કોમિક વિલેન લાવવાની ક્યા જરૂર હતી ? ( ભ’ ઇ સાબ… એને કોઇ સારો સાબુ અને સારુ શેમ્પૂ આપજો !).હિરોઇન પાણી મા હાથ ઝબોળી ને ઉંઘતી હોય ત્યારે આપણા બાહુબલીભઇ તેના હાથ મા વૉટર-પ્રૂફ ઇન્ક થી મફત મા રંગોળી ચિતરી આપે.એ વખતે પાણી મા એને શ્વાસ લેવાની પણ જરૂર ના પડે.ઝાડ પર પણ હિરોઇન ની પાછળ ક્યારે આવી જાય અને ખભાપર અનુસંધાન આઠમા પાના પર એવી રંગોળી પાર્ટ બીજો ચિતરી જાય.ને હિરોઇન ને ખ્યાલ જ ના આવે.કેટકેટલી ઉંચાઇએ થી હિરો પહાડ પર થી હેઠો પડે અને તો યે ૧૦૮ ની જરૂર જ ના પડે.આવા તો અઢળક દ્રશ્યો આપણ ને મગજ બાજુ મા મૂકી ને જોવાની સૂચના આપે.આપણે અત્યારસુધી ખાલી-ખોટ્ટા ડેવીડ ધવન ને વખોડતા હતા !

શું જોઇને લોકોએ એને ૧૦૦ માં થી ૮૦ માર્ક આપ્યા હશે ?

મૂરતિયો પહેરે-ઓઢ્યે છેલબટાઉ અને ફક્કડ હોય એ ના ચાલે એ પ્રેક્ટિકલ હોવો જોઇએ.ધીર-ગંભીર હોવો જોઇએ.સમજદાર અને સુશીલ ઇન્સાન હોવો જોઇએ.ચળકતા જામા થી અભિભૂત થનારા લોકો બીજા વરસે ફેમિલી કોર્ટ ના પગથિયા ઘસતા હોય છે.

Advertisements
 
એના એ જ ભૂવા,અને એના એ જ ડાકલા July 2, 2015

Filed under: સમાજ — Shasheekant Vaghela @ 4:32 am

IMG_20150702_111354

અઠવાડિયા થી વરસાદ નથી છતાયે એક નવા ભૂવા નો બાળજન્મ થવા જઇ રહ્યો છે.હેલ્મેટ સર્કલ પાસે કન્વેન્શન હૉલ ના એન્ટ્રીગેટ અને મૅ-ફ્લાવર હૉસ્પીટલ ની વચ્ચે ના રસ્તે આ ભૂવા ના જન્મ ની ઘડીઓ ગણાઇ રહી છે.

ફિલ્મો મા બતાવે છે તેમ રસ્તે વચ્ચોવચ્ચ કોઇ સગર્ભા સ્ત્રીને વેણ ઉપડે ને બીજી બધી સ્ત્રીઓ ચાદરો ફેલાવીને કુંડાળું કરી દે તેવી રીતે કોર્પોરેશને રસ્તા ને ઉપડેલી વેણ ની આજુબાજુ લોખંડ ના બેરીકેડ્સ લગાવી દીધા છે.
કોર્પોરેશન ના ઑફીસરો ની મીઠી નજર હેઠળ તેમના પાળેલા રોડકોન્ટ્રાક્ટરો તેમની કુદ્રષ્ટિથી શહેર ની યાતાયાત વ્યવસ્થા પ્રત્યે જ્યારે આવું છીનાળવું કૃત્ય કરે છે ત્યારે રસ્તા ને આવી પ્રસવ વેદના ઉપડે છે અને વિરોધાભાસ જુઓ કે આવા છીનાળા પછી પિડીત રસ્તા નું પેટ ફુલવાના બદલે ઉલટા નો ખાલીપો સર્જાય છે,વેક્ક્યુમ પેદા થાય છે.કોર્પોરેશન ના આવા ગર્ભધારણ દરમ્યાન નાગરિકો એ કરવેરા ના આપેલા લાખ્ખો રુપિયાનું બ્લીડીંગ થતું રહે છે. અને અધુરા માસે જે અનૌરસ બાળક જન્મે છે તેને આપણે સૌ “ભૂવા” નામે ઓળખીયે છીએ. વિચીત્રતા એ છે કે જેણે પાપ કર્યુ છે એ જ પાછી દાયણ બની ને પાછી ફરે છે.અને નાગરિકો ની સેવાઓ નું સિઝેરિયન થાય છે.નવા ખર્ચા સાથે એ જ દાયણ-કોન્ટ્રાક્ટર પાછા બાળકોના ઝભલા,ઘૂઘરા ના પૈસા કોર્પોરેશન પાસે ઉઘરાવે છે.
અમદાવાદ મા અત્યારે ઠેકઠેકાણે આવા અનૌરસ બાળક ના આક્રંદ સંભળાઇ રહ્યા છે.અને વરસોવરસ આવી મીલીભગત નો અશ્લિલ ખેલ ભજવાતો રહે છે.

સ્વાગત વર્ષાઋતુ. June 24, 2015

Filed under: ઋતુઓ નો મિજાજ,નિસર્ગ ના ખોળે — Shasheekant Vaghela @ 2:00 am

A 002

વરસાદ ની ઋતુ આવી.અને કેટકેટલા દ્રશ્યો બદલાઇ ગયા.

માળિયા પર ની ટ્રંક માં થી નીકળતા રેઇનકોટ ,અચાનક દેખાવા માંડતા સાયકલસવાર છત્રી-રિપેરર્સ,રસોડા મા દિવસે પણ ચાલુ કરવી પડતી લાઇટ
લૉ ગાર્ડન પર,હાઇવે પર ગરમાગરમ મકાઇડોડા ની ઉઠતી ભાંપ,દાલવડાની લારી પર જામતી ભીડ, ટુ-વ્હીલરો ની બેવફાઇ નો શરૂ થતો દૌર,ટ્યુશન માંથી નીકળતી પલળતી ટી્નેજર છોકરીઓ એ સ્કુલબેગ ની આડ મા છુપાવેલી શરમ,ભડકેલી વાસના સાથે ચપોચપ બેઠેલી ગર્લફ્રેન્ડ ને લઇને હાઇવે તરફ બાઇક ભગાવતા આશિક મિજાજ કોલેજિયન્સ.સોસાયટી ના ભરેલા પાણીમા પણ પિત્ઝા નો ઑર્ડર સમયસર પહોંચાડવા મથતો પિત્ઝા બૉય.

” શું કહો છો ? આજે વરસાદ પડશે કે નહીં” ની એ જ ઘીસીપિટી લાઇનો લખીને ફેસબુક મા કોમેન્ટ્સ ઉઘરાવતા રેડિયોા આર.જે થી હવે મળનારી મુક્તિ નો આનંદ.”તને વરસાદ ભીંજવે,અને મને ભીંજવે તુ” થી આગળ ના વધતા સાહિત્ય રસિકો ના વર્ષો જુના રિપીટેટીવ બોરિંગ સ્ટેટસ,”મન મોર બની થનગાટ કરે” ની પંક્તિઓ મુકીને દિલ બહેલાવી લેતા અર્ધસંતોષી એન્થુ ફેસબુકીયા કવિઓ.

ખુલ્લા ખેતર મા ભરાયેલા ખાબોચિયા મા ધુબાકા મારતા સ્લમ રહેવાસી છોકરાઓ,રિફ્લેક્ટેડ પટ્ટાઓ વાળા વરસાદી લોંગકોટ પહેરી ને ચાર રસ્તે ટ્રાફીક મેનેજ કરતા પુલીસકર્મીઓ,અચાનક આવેલા વરસાદ ના કારણે ડર ની મારી પૂંછડી ઉભી કરી ને આમતેમ ભાગતી ગાયો,ધંધો છોડી ને ખસી ગયેલું ટેરપોલીન સરખું કરવા મથતો ચા ની કીટલીવાળો,બસ સ્ટેન્ડે ઉભેલા પેસેન્જરો ને રોડ પર ભરાયેલા પાણીની છાલક મારી ને ભાગી જતો કારચાલક,ચાર રસ્તા ના ટ્રાફિક મા માથે સાદી પ્લાસ્ટીકની થેલી પહેરી ને ઉભેલો ગરીબ સાયકલસવાર બુજુર્ગ..એ.એમ.ટી.એસ ની ભીડવાળી બસ મા મા સીટ માટે વલખા મારતા પલળી ને આવેલા માજી,

રિપેર ના થયેલા રસ્તા પર ની બેરીકેડ પર આતંકિત રીતે સતત ચાલુ રહેતો વાહનો ના હૉર્ન નો ઉપદ્રવ,છત્રી પકડી ને સેવા બજાવતો મૉલ નો સિક્યોરિટી,
ભેજવાળા,ના સુકાતા કપડા થી ઘર મા ઘુસી જતી એક અલગ જ વાસ,ગમે તેવા ઝઘડ્યા હોય તો પણ વાતાવરણ ની અસર હેઠળ પ્યાર ની આગોશ મા આવી જતા પતિ-પત્ની.સોસાયટી ના ટ્રીમીંગ કરાતા ઝાડ,સામે ના બ્લૉક ની બારી ના છજ્જા પર સાવ કઢંગો થઇ ગયેલો પલળેલો કાગડો.
વરસાદ ની ઋતુ તમારી આસપાસ નો સમગ્ર પરિપ્રેક્ષ્ય બદલી નાંખે છે.જરૂર છે તો બસ શાંતચિત્તે બધુ નિહાળવાની.

સ્વાગત વર્ષાઋતુ.

Fighting With Cancer June 22, 2015

Filed under: ફેમીલી,સમાજ — Shasheekant Vaghela @ 12:52 pm

Hemant Vaghela

તો શું અત્યાર સુધી લીધેલી કાળજી નો કોઇ જ મતલબ નહીં ?
શરીર ને મંદીર ની જેમ માની ને સ્વચ્છતા અને સુઘડતા પાળી તેનો કોઇ જ હિસાબ નહીં ?
ડૉક્ટર પણ એમ કહી ને છટકી જાય કે આમા તો કાંઇ જ ના કહેવાય,કોઇપણ વ્યક્તિ ને કૅન્સર થઇ શકે તો આપણે શું સમજવું ?
હેમંત …મારો નાનો ભાઇ…ઉંમર ૪૪ વર્ષ..એક માર્કેટીંગ કંપની મા રિજીયોનલ હૅડ… બારમું પાસ કરી ને હમણાં જ કેરિયર મા પોતાની દિશા શોધતી દુર્ગા(ચીકુ) નો એ સિંગલ પેરેન્ટ….અને મારા કરતા વધુ ધાર્મિક અને ગૉડ-ફીયરિંગ વ્યક્તિ.
આજ થી તેના ગળાના કૅન્સર ની સારવાર નો કેમોથેરાપી નો પહેલો ડોઝ શરૂ થયો.
ઘર મા કોઇ ને,કાંઇ જ વ્યસન નહીં.આખો પરિવાર તદ્દન નિર્વ્યસની.પાન,બીડી- સિગારેટ,ગુટખા,દારુ થી છલોછલ ઘૃણા ધરાવતો અમારો પરિવાર…ઉલટા નું હું,મારો દિકરો નિસર્ગ અને નાનો ભાઇ હેમંત હંમેશા તંદુરસ્તી,ઍક્સરસાઇઝ,સાયક્લીંગ,જોગીંગ,પ્રોટિન પાવડર ટ્રેકિંગ ની વાતો મા મશગૂલ હોઇએ.અને એકબીજા સાથે સપ્રમાણ બૉડી શૅપ રાખવાની એક તંદુરસ્ત હરિફાઇ મા હોઇએ.
દોઢેક મહિના પહેલા એ મારા સ્ટુડિયો પર બે-ચાર વખત આવ્યો ત્યારે ગળા માં કાંઇક છોલાતું હોય અને સતત દુખ્યા કરતું હોય તેવી સાહજિક વાતો કરી.પાંચ થી છ ડૉક્ટર ને બતાવ્યા પછી પણ કાંઇજ નિદાન ના પકડાયું.
બે વાર સીટી સ્કૅન અને બે વાર બાયૉપ્સી ના અંતે ગળામા બેઠેલા છૂપા દાનવ ને ડૉક્ટરે શોધી કાઢ્યો.અન્નનળી નું બીજા સ્ટેજ નું કેન્સર નિદાન થયું.અને તે દિવસે તો મારા ફેમિલી પર રીતસર નું આભ તુટી પડ્યું.હેમંત ને કૅન્સર કઇ રીતે હોઇ શકે તે વાત તેની ઑફિસનો સ્ટાફ,મિત્રો અને પરિવારજનો હજુ માની શકતા નથી.મે મહીના નો અંત અને જૂન મહિના ની શરૂઆત ના દિવસો અમારા સૌ મા ટે અતિશય ચિંતાગ્રસ્ત અને ભાગાદૌડી ના રહ્યા.આખા ફેમિલી મા બધા જ સાજા-નરવા હોઇ આજની તારીખે મારા ફેમિલીમા કોઇએ મેડીક્લેમ લીધો નથી .અત્યારે તેની અહેમિયત અમને સમજાઇ રહી છે.છેલ્લા કેટલાય દિવસ થી અવનવા રિપોર્ટ્સ,વિવિધ ડૉક્ટરો ને મળવાનો દૌર,મુંબઇ ની ટાટા મેમોરિયલ અને રાહેજા સુધી પહોંચાડેલા કેસપેપર્સ અને બીજી બાજુ હેમંત ની દિકરી દુર્ગા નું બારમા નું રિઝલ્ટ અને તેના ઍડમિશન ની ચિંતા.
બધાય ડૉક્ટરો ની સીધેસીધી સર્જરી ની જ સલાહ હતી.એટલા કેજ્યુઅલી તેઓ કહી રહ્યા હતા કે તમારી સ્વરપેટી (વૉકલ કોર્ડ્સ) અને અન્ય અસર પામેલો ભાગ કાઢી નાંખવો પડશે.બોલવાનું કાયમ માટે બંધ થશે.ગળા મા કાણું પાડી ને શ્વાસ માટે પાઇપ ફીટ કરવી પડશે.ઓહ્હ…મમ્મી- પપ્પા ને તો આ બધુ સાંભળવું અને કલ્પવું જ મૂર્છા પમાડી દે તેવું રહ્યું…પણ આખા ફેમિલી અને એકાદ-બે અત્યંત અંગત ડૉક્ટર મિત્રો ની સલાહ મુજબ સીધી સર્જરી કરાવવા કરતા કેમોથેરાપી નો ઑપ્શન અજમાવવા જેવો છે.અને સાથે સાથે આયુર્વેદીક કે અન્ય પેરેલલ સારવાર ની પણ વાત છે.
હેમંત હજુ તું નાનો છે,દર્દ સહન કરી શકે તેમ છે.ઍથ્લેટીક મિજાજ અને ઍડવેન્ચરસ વ્યક્તિત્વ નો માલિક છે. એક મહિના મા દસેક કિલો ના વેઇટલોસ સાથે અંતે તો તુ હજુ આશાવાદી છે જ.અને આપણે વાઘેલાબંધુઓ આક્રમક વ્યક્તિઓ છીએ.આપણે ઍગ્રેસિવ છીએ.ઍટેકેર છીએ.ડીફેન્સીવ રમવું આપણાં સ્વભાવમા નથી.અને તારા મોટાભાઇ તરીકે હજું હું અડીખમ અને સાબૂત બેઠો છું.બસ..તારે ખાલી મન મજબૂત રાખવાનું છે.કેરિયર મા આવેલા ઘણાં મુશ્કેલ કાળ મા તને તૂટવા નથી દીધો,તારી પડખે રહીને જમાના સાથે લડ્યો છું.આ વખતે પણ તારી પડખે રહીશ.પણ મુશ્કેલી એ છે કે દર્દ તારા શરીર મા છે.તારે જ લડવાનું છે.મર્દાનગી થી લડવાનું છે.”વાઘેલા – ધ વૉરિયર” શબ્દ સાબિત કરવાનો છે.
કેમોથેરાપી ના છ ડૉઝ અને રેડીએશન ના ૩૩ રાઉન્ડ ના હૅવી ડૉઝ સામે તારે ટકવાનું છે.શરીર સાચવવાનું છે.
જલ્દી સાજો થઇ જા બડી…હિમાલય ના ઘણાં ટ્રેક આપણી રાહ જોવે છે.ભારતભર ના દરેક રાજ્યો મા ફેલાયેલા આપણાં ટ્રેકમેટ્સ તારી રાહ જોવે છે.ફોટા મા તું જે વિક્ટરી ની સાઇન કરે છે તેને ફળીભૂત કરવાની છે.
બક્ષીબાબુ ની નૉવેલ “લીલી નસો મા પાનખર ” વાંચી રહ્યો છું.તેનું શિર્ષક તારી આ સારવાર સાથે નો શૂળ ભોંકાય તેવો તિક્ષ્ણ યોગાનુયોગ છે.
સર્વે દિશાઓ થી તને તારી સારવાર માટે ઉર્જા પ્રાપ્ત હો.

મોદીસાહેબ June 20, 2015

મોદીસાહેબ અવનવા તહેવારો ઉજવવામા માસ્ટર તો ખરા.
ગુજરાત મા હતા ત્યારે ખેલ મહાકુંભ,વાંચે ગુજરાત ઉજવ્યા.
દિલ્હી ગયા ત્યારે સ્વચ્છ ભારત ની ઉજવણી લાવ્યા.
અને હવે…યુનો ને પાંખ મા લઇને આખી દુનિયામા “યોગ દિવસ ” ઉજવવા સુધી પહોંચી ગયા.
આ માણસ પ્રબળ આશાવાદી છે.

जिंदगी झंडबा,फिर भी घमंडबा !

Filed under: કટાક્ષ,હ્યુમર — Shasheekant Vaghela @ 1:02 pm

The most hillarious english translation of जिंदगी झंडबा,फिर भी घमंडबा !
Life is in Deep Shit,Still behaving like Brad Pitt ? 

( Courtsey : Whatsapp )

અમદાવાદ મા આવેલો ટાઉનહૉલ,એમ.જે.લાયબ્રેરી નો વિસ્તાર June 17, 2015

અમદાવાદ મા આવેલો ટાઉનહૉલ,એમ.જે.લાયબ્રેરી નો વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એક પછી એક બૌધ્ધિક દેવાળિયા સ્ટેપ નો સાક્ષી બનતો રહ્યો છે.સુધરાઇ ના અમલદારો ની બુધ્ધિ તે એરિયા મા કેમ ક્ષીણ થઇ જાય છે ?…ચાર કેસ નો સ્ટડી જોઇએ.

(૧) શરુઆત થઇ વર્ષો પહેલા ત્યાં મુકાયેલા સ્વામી વિવેકાનંદ ના પૂતળા થી….આટલા કઢંગા શરીરવાળા સ્ટેટ્ચ્યુ થી એ માનવું મુશ્કેલ હતું કે સ્વામી વિવેકાનંદ આવા કદી હોઇ શકે.કોર્પોરેશને આવા કદરુપા બાંધાવાળા પૂતળા ને કોણ જાણે કેવી રીતે પસંદ કર્યુ અને જાહેર મા ફજેતો કરતું મુકી પણ દીધુ હતું.

(૨) પૂર્વ મૅયર શ્રીમાન અસિત વૉરા તેમના કાર્યકાળ પૂરા થવાના છેડે હતા ત્યારે તેમણે પોતાના નામ ને ખુદ બટ્ટો લાગે તેવો વિચિત્ર પ્રસ્તાવ લાવ્યા હતા….અમદાવાદ ની શાન અને ઓળખ ગણાય તેવો લોખંડી કમાનવાળો ઍલિસ બ્રીજ તોડી ને તેનું લોખંડ વેચી દેવાનો પ્રસ્તાવ હતો.અને વચ્ચે ના ભાગે નવો બ્રીજ બનાવીને ત્યાં બી.આર.ટી.એસ.કોરિડોર બનાવવા ગયા…પણ આખા અમદાવાદે એકસાથે વિરોધ ના સૂર મા સત્તાવાળાઓ ની સાન ઠેકાણે લાવી દીધી.

(૩) જરાય જરૂર નહોતી તેવો કારણ વગરનો,એકદમ ઑક્વર્ડ ડિઝાઇનવાળો સર્પાકાર બ્રીજ એમ.જે.લાયબ્રેરી ના માથે મુકી ને તો હદ કરી નાંખી.આ બ્રીજ બનવાથી ટ્રાફીક મા કોઇપણ જાતનો ઘટાડો નોંધાયો હોય તેવું દેખાતું નથી,ઉલટા નું બનાવેલા બ્રીજ પર પણ બહુ જ પાંખી સંખ્યામા વાહનો જતા હોય છે.ના નીચે ફરક પડ્યો ના ઉપર ફરક પડ્યો.

(૪)…અને છેલ્લે …અહાહા…દેવાળિયા બુધ્ધિનું શરમજનક પ્રદર્શન અને કોઇપણ શાણા અમદાવાદી ને કદીપણ ગળે ના ઉતરે એવી બ્રીજ પર. બી.આર.ટી.એસ ના સ્ટેન્ડ ની ડિઝાઇન અને ત્યાં પહોંચવા ૬૨ પગથિયા ચઢી ને જવાનો પ્રયોગ..રહી-રહી ને હવે ત્યાં ૨૫ લાખ ના ખર્ચે નવી લિફ્ટ નાંખવા નું પ્રયોજન કર્યુ એટલે વળી પાછો ખાતર પર દીવો.

કોર્પોરેશન ના દલા તરવાડીઓ ટાઉન હૉલ ઍરિયામા ભેગા થઇને રીંગણાં વ્યવહાર ની જે નાગાઇ કરે છે તે આખુ અમદાવાદ સુપેરે સમજે જ છે.